ભજનપુરા કેસ: દંપત્તિ અને 3 બાળકોની નિર્મમ હત્યાના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો
ભજનપુરામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘરના મોભી શંભુના મામ પ્રભુ મિશ્રાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. કહેવાય છે કે પૈસાની લેતીદેતીને લઈને પરિવારમાં વિવાદ હતો. ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો.
Trending Photos
દિલ્હી: ભજનપુરામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘરના મોભી શંભુના મામ પ્રભુ મિશ્રાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. કહેવાય છે કે પૈસાની લેતીદેતીને લઈને પરિવારમાં વિવાદ હતો. ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો.
ભજનપુરામાં બુધવારે એક જ પરિવારમાંથી 5 લોકોના મૃતદેહો મળી આવતા સન્નાટો છવાઈ ગયો હતો. મૃતકોમાં પતિ પત્ની અને 3 બાળકો સામેલ હતાં. પોલીસે જણાવ્યું હતું કે મકાનનું તાળું બહારથી મારેલું હતું. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને સૂચના આપી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
ઘરના મોભી શંભુ ચૌધરી
મૃતકોમાં ઈ રિક્ષા ચલાવનારા ઘરના મોભી શંભુ ચૌધરી, તેમની પત્ની સુનીતા અને બાળકો શિવમ, સચિન અને કોમલ સામેલ હતાં. શંભુ બિહારના સુપૌલ જિલ્લાના રહીશ હતાં. કહેવાય છે કે જે ઘરમાં લાશો મળી, ત્યાં તેઓ પાંચથી છ મહિનાથી રહેતા હતાં.
જુઓ LIVE TV
પોલીસનો દાવો બધાની હત્યા થઈ
પોલીસે દાવો કર્યો હતો કે આ તમામ લોકોની હત્યા થઈ છે અને હત્યારાએ કોઈ ધારદાર હથિયારથી આ વારદાતને અંજામ આપ્યો છે. એવું કહેવાયું છે કે મૃતકોના શરીર પર અનેક જગ્યાએ ધારદાર હથિયારથી વાર કરવાના નિશાન મળી આવ્યાં છે.
પોલીસનું કહેવું છે કે ગળા અને શરીરના બીજા ભાગોમાં ઘા જોવા મળ્યાં છે. આ ઉપરાંત ઘરમાં કોઈ પણ પ્રકારની લૂટફાટ થઈ નથી. ત્યારબાદ પોલીસ આ હત્યાકાંડને અંજામ આપનારા આરોપીઓને પકડવામાં લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે